Anokho GujjuJust for Fun

રોજ સવારે ખાલી પેટ પીવો એલોવેરા જ્યુસ, શરીર ને મળશે આ બેશકીમતી લાભ

સામાન્ય રીતે લોકો એલોવેરા નો પ્રયોગ સુંદર ત્વચા મેળવવા માટે કરે છે અને એલોવેરા જેલ પોતાના ચહેરા પર લગાવ્યા કરે છે.હા એલોવેરા નો પ્રયોગ કરીને તમે સુંદર ત્વચા ની સાથે સાથે તંદુરસ્ત શરીર પણ મેળવી શકો છો. એલોવેરા જેલ અથવા એલોવેરા જ્યુસ પીવાથી શરીર ને બેશકીમતી લાભ પહોંચે છે અને આ જ્યુસ ને પીવાથી શરીર માં પ્રોટીન અને વિટામીન ની કમી નથી થતી.

એલોવેરા જ્યુસ પીવાથી શરીર ને મળે છે આ લાભ-

કબજિયાત થાય દુર

એલોવેરા જ્યુસ પીવાથી કબજિયાત ની સમસ્યા થી છુટકારો મળી જાય છે. તેથી કબજિયાત ની સમસ્યા થી પરેશાન લોકો એલોવેરા જ્યુસ પીવો. એલોવેરા જ્યુસ પીવાથી પેટ ને ઉચ્ચ માત્રા માં ફાઈબર મળે છે અને એવું થવાથી પેટ એકદમ સાફ થઇ જાય છે. જે લોકો ને પણ કબજિયાત ની ફરિયાદ છે તે લોકો રોજ સવારે ઉઠીને આ જ્યુસ ને જરૂર પીવો.

શરીર ને કરો ડીટોક્સીફાઈ

એલોવેરા જ્યુસ પીવાથી શરીર ડીટોક્સીફાઈ પણ થઇ જાય છે અને શરીર માં હાજર ઝેરીલા તત્વ શરીર થી બહાર નીકળી આવે છે. જે લોકો વધારે તળેલ ખાવાનું ખાય છે તે લોકો ના શરીર માં ઝેરીલા તત્વ વધારે મળે છે. તેથી જો તમે વધારે તળેલ ખાવાનું ખાઓ છો તો તમે આ જ્યુસ નું સેવન જરૂર કરો.

ભૂખ વધે

એલોવેરા જ્યુસ પીવાથી ભૂખ ના લાગવાની પરેશાની પણ બરાબર થઇ જાય છે. તેથી જે લોકો ને ઓછી ભૂખ લાગે છે તે લોકો રોજ એક કપ એલોવેરા જ્યુસ પીવાનું શરુ કરી દો. તેને પીવાથી પાચન તંત્ર પણ બરાબર થઇ જાય છે અને પેટ હમેશા દુરસ્ત રહે છે.

ચહેરા પર આવે નીખાર

ત્વચા માં નિખાર મેળવવા માટે તમે એલોવેરા જ્યુસ પીવો. એલોવેરા જ્યુસ પીવાથી ચહેરા પર એકદમ ગ્લો આવી જાય છે. એટલું જ નહિ એલોવેરા જેલ ચહેરા પર લગાવવાથી ચહેરા ની રંગત સાફ થઇ જાય છે અને ડાઘા થી પણ છુટકારો મળી જાય છે.

વાળ ને ચમકાવે

વાળ ને મુલાયમ કરવા માટે તમે તેમના પર એલોવેરા જેલ લગાવી દો. એલોવેરા જેલ લગાવવાથી વાળ એકદમ મુલાયમ થઇ જશે અને તેમનો ગ્રોથ પણ સારી રીતે થવા લાગશે. તમે બસ એલોવેરા જેલ પોતાના વાળ પર સારી રીતે લગાવી લો અને અડધા કલાક સુધી તેને પોતાના વાળ પર લાગેલ રહેવા દો. અડધા કલાક પછી તમે પાણી ની મદદ થી પોતાના વાળ ને ધોઈ લો. અઠવાડિયા માં માત્ર બે વખત એલોવેરા જેલ વાળ પર લગાવવાથી તમને સરસ અને મુલાયમ વાળ મળી જશે.

લોહી ની કમી થાય પૂરી

એલોવેરા જ્યુસ પીવાથી શરીર માં લોહી ની કમી નથી થતી. આ જ્યુસ નું સેવન કરવાથી શરીર માં લોહી બનવા લાગી જાય છે. તેથી જે લોકો ને લોહી ની કમી છે તે લોકો એક કપ એલોવેરા જ્યુસ જરૂર પીવો. તેને પીવાથી તમારા શરીર માં રેડ બ્લડ સેલ્સ ની સંખ્યા વધવા લાગી જશે.

આ રીતે કરો સેવન

એલોવેરા જ્યુસ ને તમે પોતાના ઘર માં પણ નીકાળી શકો છો અથવા પછી દુકાન થી પણ ખરીદી શકો છો. ઘર માં એલોવેરા જ્યુસ નીકાળવા માટે તમે એલોવેરા ને છોલી લો. પછી તેના અંદર ની જેલ નીકાળીને તેને મિક્સર માં પીસી લો. એલોવેરા જ્યુસ બનીને તૈયાર છે. તમે આ જ્યુસ ને રોજ સવારે ખાલી પેટ પીવો.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *