Anokho GujjuJust for Fun

બહુ જ ગુણકારી છે કેસર, આયુર્વેદ માં જણાવ્યુ છે આ 4 બીમારીઓ ને મૂળ થી કરી દે છે દુર

આયુર્વેદ માં કેસર એ ઘણું ગુણકારી માનવામાં આવે છે અને તેનું સેવન કરવાનું ઉત્તમ હોય છે. કેસર ની સાથે ઘણા પ્રકારના ઔષધીય ગુણ જોડાયેલ છે અને આ શરીર માટે બહુ જ લાભદાયક હોય છે. તેના અંદર વિટામીન એ 10%, વિટામીન સી 134%, કેલ્શિયમ 11%, આયર્ન 61%, વિટામીન બી 6.50% અને મેગ્નેશિયમ 66% મળે છે. કેસર ને ખાવાથી શરીર ને શું ફાયદા પહોંચે છે તેની જાણકારી આ પ્રકારે છે.

કેસર નું સેવન કરવાથી જોડાયેલ છે આ ગજબ ના લાભ

અનિંદ્રા ની બીમારી થી મળે રાહત

કેસર ખાવાથી અનિંદ્રા ની બીમારી એકદમ બરાબર થઇ જાય છે. તેના સિવાય ડીપ્રેશન જેવી સમસ્યા ને પણ બરાબર કરવામાં કેસર ફાયદાકારક સાબિત થાય છે. કેસર પર કરેલ શોધો માં આ વાત સાબિત થઇ ચુકી છે કે જે લોકો કેસર નું સેવન કરે છે તેમનું મગજ શાંત રહે છે અને તેમને ઊંઘ સારી આવે છે.

ત્વચા નો રંગ નિખરે

કેસર નું સેવન કરવાથી રંગત અને નિખાર આવી જાય છે. તેનું સેવન કરવાથી લોહી શુદ્ધ રહે છે. એવું માનવામાં આવે છે કે જો ગર્ભવતી મહિલાઓ કેસર નું સેવન કરે તો તેમના બાળકો નો રંગ ગોરો થાય છે. તેના સિવાય કેસર નો ફેસ પેક લગાવવાથી પણ ચહેરા પર સારી અસર પડે છે. કેસર નો ફેસ પેક તૈયાર કરવા માટે તમે થોડુક કેસર લઈને તેમાં બે નાની ચમચી દૂધ મેળવી દો. તેના પછી તેમાં તમે મધ નાંખી દો અને આ મિશ્રણ ને સારી રીતે મિલાવીને પોતાના ચહેરા પર લગાવી લો. જયારે આ પેક સુકાઈ જાય તો ચહેરા ને સાફ કરી દો.

રક્તદબાણ બરાબર રહે

જે લોકો કેસર નું સેવન કરે છે તે લોકો ને ઉચ્ચ રક્તચાપ ની સમસ્યા નથી થતી. તેથી જે લોકો ને પણ વધારે રક્તચાપ રહે છે તે લોકો અઠવાડિયા માં ત્રણ વખત કેસર નું સેવન કર્યા કરે.

કફ કરો દુર

કફ ની સમસ્યા થી પરેશાન લોકો કેસર વાળા દૂધ નું સેવન રોજ રાત્રે કરો. કેસર વાળું દૂધ પીવાથી કફ એકદમ બરાબર થઇ જાય છે. એટલું જ નહિ તાવ લાગવા પર પણ જો કેસર વાળા દૂધ નું સેવન કરવામાં આવે તો તાવ બરાબર થઇ જાય છે.

મગજ પર સારી અસર પડે છે

કેસર નું સેવન દૂધ ની સાથે કરવાથી મગજ પર બરાબર પ્રભાવ પડે છે અને મગજ તેજી થી કામ કરે છે. કેસર વાળું દૂધ તૈયાર કરવા માટે તમે એક ગ્લાસ દૂધ ને ગરમ કરવા માટે ગેસ પર રાખી દો. પછી આ દૂધ માં થોડુક કેસર નાંખી દો. જયારે આ દૂધ ગરમ થઇ જાય તો ગેસ બંધ કરી દો અને આ દૂધ નું સેવન કરી લો. દરરોજ આ દૂધ પીવાથી મગજ પર સારી અસર પડશે અને યાદદાસ્ત બરાબર બની રહેશે. કેસર વાળું દૂધ બાળકો ને આપવાનું ઉત્તમ માનવામાં આવે છે અને આ દૂધ પીવાથી બાળકો ના મગજ નો વિકાસ બરાબર રીતે થાય છે.

ગર્ભવતી મહિલાઓ માટે ઉત્તમ

કેસર વાળું દૂધ પીવાથી ગર્ભવતી મહિલાઓ ના ગર્ભ માં ઉછરી રહેલ બાળકો નો વિકાસ સારી રીતે થાય છે. તેથી ગર્ભવતી મહિલાઓ ને આઠમાં મહિના ના દરમિયાન કેસર વાળું દૂધ જરૂર પીવું જોઈએ. આ દૂધ પીવાથી બાળકો નું મસ્તિષ્ક બરાબર રહે છે અને તેમના હ્રદય અને લોહી પર પણ તેની સારી અસર પહોંચે છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *