Anokho GujjuJust for Fun

ખુબજ પવિત્ર હોય છે પંચામૃત,તેને પીવાથી શરીર ને મળે છે ઘણા લાભ

પૂજા દરમિયાન,ચરણામૃત અથવા પંચામૃત ભક્તને પ્રસાદ તરીકે આપવામાં આવે છે. આપણા પુરાણોમાં,પંચામૃત ખૂબ પવિત્ર હોવાનું કહેવાય છે અને તે શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. હકીકતમાં, પાંચ વસ્તુ પંચામૃત બનાવવા માટે વપરાય છે તે સંપૂર્ણ શુદ્ધ માનવામાં આવે છે અને એવું કહેવાય છે કે પંચામૃત પીવાથી, મનુષ્યની અંદર હકારાત્મક શક્તિ વધી જાય છે.પંચામૃત ભગવાનને ધરવામાં આવે છે અને તે ભગવાનને પીવા પછી જ આપણે લઈ શકીએ છીએ.

પંચામૃત ને પીવાથી મળતા લાભ –

પંચામૃત ને દૂધ,દહીં,ઘી,મધ અને સાકર ને મેળવી ને બનાવવામાં આવે છે.આ પાંચેય વસ્તુઓ ઘણા રોગો ને દૂર કરવામાં મદદ કરે છે અને શરીર ને સ્વાસ્થ્યપૂર્ણ બનાવે છે. પંચામૃત બનાવવા માટે ઉપયોગ માં લેવાતી બધીજ વસ્તુઓ થી શરીર ને ક્યાં ક્યાં લાભ થાય છે તે આ પ્રમાણે છે.

1.દૂધ પીવાથી શરીર ને તાકાત મળે છે અને અને શરીર ની ઉર્જા બનેલી રહે છે.આ સિવાય તે પીવાથી શરીર ની ઉર્જા બનેલી રહે છે.આ સિવાય એ પીવાથી મન શાંત રહે છે અને તણાવ માંથી મુક્તિ મળે છે.

2.દહીં ખાવાથી આપણા પાચન તંત્ર ને મજબૂતી મળે છે.તેનું સેવન કરવાથી એકાગ્રતા બની રહે છે.સાથે જ તે ચહેરા ની સુંદરતા ને જાળવી રાખે છે.

3.મધ ખાવાથી આપણા શરીર માં ચરબી ઓછી થાય છે અને તે તન અને મન ને તાજગી પ્રદાન કરે છે.

4.ઘી ખાવાથી શરીર ના હાડકા મજબૂત થાય છે અને ઘી આખો માટે પણ લાભકારક માનવામાં આવે છે.આ સિવાય તેને ખાવાથી આખો સાથે જોડાયેલ ઘણી બધી સમસ્યા દૂર થાય છે.

5.સાકર એટલે કે ખાંડ ખાવાથી શરીર માં આળસ દૂર થાય છે અને શરીર ની એનર્જી નું સ્તર બનેલું રહે છે.

પંચામૃત બનાવવા માટે ના નિયમો-

1.પંચામૃત ને સૂર્યાસ્ત પહેલા જ બનાવવું જોઈએ અને તેને બનાવવા નો સૌથી ઉત્તમ સમય સવાર નો હોય છે.

2.પંચામૃત બનાવવા માટે ગાયના તાજા દૂધ નો જ ઉપયોગ કરવો જોઈએ.

3.પંચામૃત બનાવ્યા પછી તેમાં તુલસી અને ગંગાજળ અવશ્ય નાખવું જોઈએ.આ બધું નાખવાથી પંચામૃત વધારે શુદ્ધ થઈ જાય છે.

પંચામૃત કેવી રીતે બનાવવામાં આવે છે –

પંચામૃત બનાવવા માટે તમારે તાજું ગાય નું દૂધ,2 ચમચી મીશ્રી,1 ચમચી મધ,1 ચમચી ઘી,2 ચમચી દહીં અને કેટલાજ તુલસી ના પત્રો ની જરૂર પડશે.આ બધી વસ્તુઓ ને લીધા પછી સૌપ્રથમ તેને મીશ્રી માં પીસી અને ભેળવી દો પછી તેમાં મધ અને ખાંડ નાખી અને સારી રીતે મેળવી દો પછી તુલસી ના પાન નાખી દો.તમારું પંચામૃત બની ને તૈયાર હશે.

પંચામૃત ગ્રહણ કરવાના મહત્વપૂર્ણ નિયમ-

પંચામૃત ને હમેશા પોતાના બન્ને હાથો થી ગ્રહણ કરવું જોઈએ અને તેને ગ્રહણ કર્યા પછી બન્ને હાથ ને માથા પર લગાવવા જોઈએ.પંચામૃત ને ભૂલથી પણ જમીન પર પડવા ન દો.આ સિવાય જ્યારે પણ તમે તેનું સેવન કરો ત્યારે પહેલા ભગવાન નું નામ અવશ્ય લો.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *