Anokho GujjuJust for Fun

આદિ પેરુક્કું પર્વ માં કરવામાં આવે છે નદીઓ ની પૂજા, જાણો આ પર્વ નું મહત્વ

દક્ષીણ ભારત રાજ્યો માં આદિ પેરુક્કું પર્વ ને ધૂમધામ થી મનાવવામાં આવે છે. આદિ પેરુક્કું પર્વ ના દરમિયાન લોકો નદીઓ અને તળાવો ની પૂજા કરે છે. આ પર્વ ને ખેડૂતો દ્વારા વધારે મનાવવામાં આવે છે અને ખેડૂત સારો પાક થવાની કામના ભગવાન થી કરે છે. આદિ પેરુક્કું પર્વ ની સાથે જ દક્ષીણ ભારત ના રાજ્યો માં તહેવારો ની શરૂઆત પણ થઇ જાય છે. આદિ પેરુક્કું કેમ મનાવવામાં આવે છે, આ પર્વ ક્યારે આવે છે અને આ પર્વ ના દરમિયાન શું કરવામાં આવે છે, તેની જાણકારી આ રીતે છે.

આદિ પેરુક્કુ કેમ મનાવવામાં આવે છે

આદિ પેરુક્કુ પર્વ જળ થી જોડાયેલ છે અને આ પર્વ ના દરમિયાન લોકો જળ ની પૂજા કરે છે. આ પર્વ ને કાવેરી નદી ના કિનારે પર મનાવવામાં આવે છે. કારણકે કાવેરી નદી દક્ષીણ ભારત રાજ્યો ના લોકો માટે જળ નો મુખ્ય સ્ત્રોત છે. એવું માનવામાં આવે છે કે આ પર્વ ને મનાવીને આ રાજ્ય ના લોકો નદીઓ ના તરફ પોતાનો આભાર જતાવે છે અને જળ આપવા માટે ભગવાન નો આભાર અદા કરે છે.

ક્યારે આવે છે આ પર્વ અને કેવી રીતે મનાવવામાં આવે છે

આદિ પેરુક્કુ પર્વ દરેક વર્ષે મનાવવામાં આવે છે અને આ તહેવાર તમિલ મહિના આદિ ના 18 માં દિવસે આવે છે. આ પર્વ ના દિવસે સવાર-સવારે લોકો સ્નાન કરીને નદીઓ અથવા નદીઓ ના કિનારે જાય છે અને ત્યાં પર જઈને પાણી ની પૂજા કરે છે. પૂજા કરતા સમયે પાણી ને ચોખા, તલ, ખાવાની વસ્તુઓ અને ફૂલ અર્પિત કરવામાં આવે છે. પૂજા કરતા સમયે પાણી ને ચોખા, તલ, ખાવાની વસ્તુઓ અને ફૂલ અર્પિત કરવામાં આવે છે. પછી નદી ના કિનારે દીપક પ્રગટાવવામાં આવે છે. ઘણા લોકો તો આ પર્વ ના દિવસે નદી અથવા તળાવ ના કિનારે જઈને પોતાના પરિવાર વાળા ની સાથે પીકનીક પણ મનાવે છે.

આ પ્રકારે કરવામાં આવે છે પૂજા

આ પર્વ ના દિવસે સાંજ ના સમયે બધી મહિલાઓ એકસાથે નદી ના કિનારે જઈને સુખ સમૃદ્ધિ ની પ્રાર્થના કરે છે. તેના પછી લોકો માં કાવેરી ની પૂજા કરે છે. માં કાવેરી ની પૂજા કર્યા પછી વરુણા દેવ જેમને વરસાદ ની દેવી માનવામાં આવે છે તેમની પૂજા કરવામાં આવે છે. જેથી માં ખુશ થઈને ખુબ વરસાદ કરો અને ખેડૂતો ના પાક ને વધારી શકાય. આ પર્વ ને તીરુચરાપલ્લી, ઈરોડ, તંજાવુંર અને સલેમ માં ધૂમધામ થી મનાવવામાં આવે છે.

મંદિરો માં આયોજિત થાય છે વિશેષ કાર્યક્રમ

એવું માનવામાં આવે છે કે આ પર્વ ની સાથે અન્ય તહેવારો ની શરૂઆત થઇ જાય છે. આ પર્વ ના દિવસે તમિલનાડુ ના ઘણા મંદિરો માં વિશેષ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે અને લોકો મંદિરો માં જઈને પણ પૂજા કરે છે.

પૂજા કરતા લોકો સારા પાક ની કામના ભગવાન થી કરે છે અને સારો વરસાદ થઇ શકે તેના માટે પણ વિશેષ પૂજા મંદિરો માં કરવામાં આવે છે.

પૂજા ના દરમિયાન મહિલાઓ દેવી પચઈ અમ્મા ની આરાધના જરૂર કરે છે. દેવી પચઈ અમ્મા ને શાંતિ અને સદભાવ નું પ્રતિક માનવામાં આવે છે અને તેમની પૂજા કરીને મહિલા તેનાથી સુખ અને સમૃદ્ધિ ની કામના કરે છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *