Anokho GujjuJust for Fun

ફક્ત માણસો ના નહિ પશુઓ ના પણ સ્વામી છે ભોલેનાથ, આ કારણે તેમને કહેવામાં આવે છે પશુપતિ નાથ

શ્રાવણ ચાલી રહ્યો છે. ભગવાન શિવ ના ભક્ત જગ્યા જગ્યા કાંવડ લઇ જતા દેખાઈ આવી રહ્યા છે. શ્રાવણ નો આ પવિત્ર મહિનો કોઈ પણ શુભ કાર્ય કરવા માટે સૌથી સારું માનવામાં આવે છે. આ વખતે શ્રાવણ માં 4 સોમવાર પડ્યા છે. કહે છે કે આ મહીને જે કોઈ ભક્ત ભગવાન શિવ ની સાચા મન થી પૂજા અર્ચના કરે છે ભોલેનાથ તેની દરેક મનોકામના પૂરી કરે છે.

ગુરુવાર 15 ઓગસ્ટ એ રક્ષાબંધન ની સાથે સાથે શ્રાવણ નક્ષત્ર અને પૂર્ણિમા છે. આ દિવસે શ્રાવણ નો મહિનો પૂરો થઇ જશે. ઉજ્જૈન ના જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્મા ની માનીએ તો શ્રાવણ મહિના માં સૂર્ય નું નક્ષત્ર ભ્રમણ પુનર્વસુ નક્ષત્ર ના અંતિમ ચરણ થી પુષ્ય અને અશ્વલેષા માં રહે છે. આ ત્રણે નક્ષત્ર નું આગમન કર્ક રાશિ માં થાય છે. કર્ક ને જળ તત્વ ની રાશિ માનવામાં આવે છે જેનો સ્વામી ચન્દ્રમા છે. શિવજી ચંદ્રમાં ને પોતાના મસ્તિષ્ક પર ધારણ કરે છે. તેથી તેમને ચંદ્રમાં બહુ પ્રિય છે.

કેમ કહેવાય છે શિવજી પશુપતિ નાથ?

શ્રાવણ મહિનો વર્ષા ની ઋતુ હોય છે. પુરા શ્રાવણ મોન્સુન પોતાના ચરમ સીમા પર હોય છે અને આ દરમિયાન ઘણા નાના મોટા જીવ અને વનસ્પતિ જન્મ લે છે. શિવ ભગવાન માણસો ના સ્વામી તો છે જ સાથે જ તેમને બધા જીવો અને વનસ્પતિઓ નો પણ સ્વામી કહેવામાં આવે છે. તેથી શિવજી ને પશુપતિ નામ થી પણ ઓળખવામાં આવે છે. શિવજી ને જેટલા નામ પ્રખ્યાત છે તેમાંથી એક નામ પશુપતિ પણ છે. પશુપતિ જો વિચ્છેદ કરવામાં આવે તો તેનો અર્થ નીકળે છે પશુ નો પતી એટલે પશુઓ ના પાલનકર્તા. શિવજી બધાની રક્ષા કરે છે તેથી શ્રાવણ મહિના માં વિશેષરૂપ થી તેમને પૂજવામાં આવે છે.

શ્રાવણ મહિના માં સૂર્ય કર્ક રાશિ માં રહે છે

પંડિત મનીષ શર્મા ના મુજબ શ્રાવણ ના મહિના માં સૂર્ય કર્ક રાશિ માં રહે છે. કર્ક રાશિ ના સ્વામી ચંદ્રમાં ને જણાવ્યું છે. શ્રવણ નક્ષત્ર ના કારણે આ મહિના ને શ્રાવણ નામ થી ઓળખવામાં આવવા લાગ્યા. આ નક્ષત્ર ના સ્વામી ચંદ્રદેવ છે. સોમવાર નો કારક ગ્રહ શિવજી ને બહુ પ્રિય ચંદ્ર છે. એક આ પણ કારણ છે કે ભગવાન ને સોમવાર નો દિવસ બહુ પ્રિય છે અને શ્રાવણ ના સોમવાર માં શિવજી ની આરાધના કરવા પર તે જલ્દી પ્રસન્ન થાય છે. શ્રાવણ ના સોમવાર માં ભગવાન શિવજી ની વિશેષ રૂપ થી પૂજા અર્ચના કરવામાં આવે છે.

શ્રાવણ માં શિવલિંગ પર કેમ ચઢાવવામાં આવે છે દૂધ?

શ્રાવણ માં નવી ઘાસ અને વનસ્પતિઓ જન્મ લે છે. આ ઘાસ નું ભોજન દૂધ લેવા વાળા જીવ કરે છે. આ સમયે જે ઘાસ ઉત્પન્ન થાય છે તેમાં પ્રકાર પ્રકારના હાનીકારક કીટાણું મળે છે અને તે કીટાણું ભરેલ ઘાસ નું સેવન ગાય ભેંસ કરી લે છે, જેના કારણે તેમનું દૂધ નુકશાનદેહ થઇ જાય છે. આ દૂધ ને પીવા પર ઘણા પ્રકારની બીમારીઓ જન્મ લઇ શકે છે. આયુર્વેદ માં શ્રાવણ મહિના ના દરમિયાન લીલી શાકભાજીઓ અને દૂધ ના સેવન થી બચવાની સલાહ આપવામાં આવે છે. સમુદ્ર મંથન ના દરમિયાન ભગવાન શિવ એ વિષપાન કર્યું હતું જેના પછી તેમને નીલકંઠ ના નામ થી પણ ઓળખવામાં આવવા લાગ્યા અને આ કારણ છે કે શ્રાવણ ના મહિના માં ભક્તગણ શિવલિંગ પર દૂધ ચઢાવે છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *